About Us 1

Who We Are

ન્યુ હેવન વિદ્યાલય આપણા ભારત દેશના વડોદરા શહેરમાં આવેલી છે. શાળાની સ્થાપના ઇ.સ. 1993 માં કરવામાં આવી હતી. શાળામાં હાલ નર્સરીથી ધોરણ 12 ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વર્ગો ચાલે છે. શાળામાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એમ બંને પ્રવાહોમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લઇ શકે છે. સંસ્કારી નગરી એવી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના હાઇવે નજીક વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા પાસે શાળાનું ભવન આવેલ છે, શાળામાં અદ્યતન કોમ્પ્યુટર અને સાયન્સ લેબોરેટરીની સુવિધા વિદ્યાર્થીઓના ભણતર માટે ઉપલબ્ધ છે.ખાસ કરીને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ શાળા આશીર્વાદ સમાન છે. શાળા શરૂ થઈ ત્યારથી વડોદરા શહેરની અન્ય શાળાઓની સરખામણીમાં વાજબી ફીમાં આ શાળામાં ખૂબજ સારું શિક્ષણ આપવામાં આવે છે. સામાન્ય વર્ગના લોકોને પણ પોષાય અને ઉત્તમ શિક્ષણ મળી રહે તે રીતે આ શાળા ચાલે છે. માટે આટલા વર્ષોમાં આ શાળામાંથી અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભણી-ગણીને સમાજમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ શાળાએ ભારત દેશને અનેક એન્જિનીયરો, ડોક્ટરો, કુશળ વેપારીઓ અને કુશળ અન્ય પ્રોફેશનલ્સ આપ્યા છે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમગ્ર દેશ અને વિદેશમાં પણ સરસ રીતે પોતાનું કામ કરીને પોતાની શાળાનું, કુટુંબનું, શહેરનું અને આપણા દેશનું ગૌરવ વધારી રહ્યા છે.શાળાના કર્મચારીગણે શાળામાં એવું સુંદર મજાનું કૌટુંબિક વાતાવરણ બનાવીને વિદ્યાર્થીઓને એટલા સારા સંસ્કાર આપ્યા છે કે આજે પણ તમે વિશ્વના કોઇપણ ખૂણે ન્યુ હેવનના વિદ્યાર્થીઓને મળો તો તેની નિષ્ઠા , વિવેક અને કામ પ્રત્યેની ધગશને જોઈને તમને અચૂક આનંદ તો થાય જ. સામાન્ય કક્ષાની આ શાળામાં એક એવું તત્વ છે કે જેનાથી આ શાળામાં કામ કરનાર કર્મચારી અને વિદ્યાર્થી પોતે અસામાન્ય બની જાય છે. જીવનમાં આવતી દરેક અડચણો અને મુશ્કેલીઓનો હિંમતથી તથા દ્રઢતાપૂર્વક સામનો કરે છે અને સફળ પણ થાય છે. આ શાળાનો ઇતિહાસ એટલો ભવ્ય છે કે તેના વિશે લખવા જઈએ તો એક આખું પુસ્તક લખાઈ જાય, પણ અમે ખાલી એવું જ કહીએ છીએ કે અમારો વિદ્યાર્થી ભલે વિશ્વના કોઈપણ ખૂણે હોય એ જ અમારી ગાથાનું હરતું-ફરતું પુસ્તક છે. તમે એને મળો અને કોઈપણ કામમાં તેની મદદ માંગો ત્યારે તમને ખબર પડશે કે અમે કેવા વિવેકશીલ યોદ્ધાઓ તૈયાર કર્યા છે.

ન્યુ હેવન સંચાલક મંડળ

Vision

હેવન વિદ્યાલય શરુ કરી ત્યારથી જ શાળાના ટ્રસ્ટી મંડળનું એક સ્વપ્ન હતું. સુખી કુટુંબ થકી સુખી રાષ્ટ્રનું નિર્માણ કરવાનું સ્વપ્ન. આપણો ભારતદેશ એ વિશ્વના નકશા પર આવેલો એક માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ આપણું રાષ્ટ્ર એ આપણી ભૌતિક સંપત્તિ ઉપરાંત તેમાં વસતા આપણે સૌ જનસમુદાય વડે બનેલું છે. જે રાષ્ટ્રના લોકો સુખી હોય એ જ રાષ્ટ્રને સુખી રાષ્ટ્ર કહેવાય. સુખ એ બરફના પહાડ જેવું છે. આપણે જેટલું એને બહારથી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ , તેટલું તે આપણી અંદર આપણા મન-હૃદયમાં સ્થાયીભાવ તરીકે હોય જ છે. અમે અમારા વિદ્યાર્થીઓમાં અમારી શાળાની તેની ભણતર યાત્રા દરમિયાન શિક્ષણની સાથે સાથે સાદગી , પરોપકારીતા , વડીલોને માન આપવું, જરૂરિયાતમંદને મદદ કરવી, પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવો અને રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ એવાં વનસ્પતિ અને પર્યાવરણનું જતન કરવું… જેવાં અનેક ગુણોનો નૈસર્ગિક વિકાસ થાય એવાં પ્રયત્નો કરીએ છીએ. સાથે સાથે વિધાર્થીઓ પોતે પણ સખત પરિશ્રમ કરીને પોતાનું જીવન ઉન્નત બનાવે તથા પોતાના થકી પોતાના પરિવાર અને દેશને પણ ઉન્નતિના માર્ગે લઇ જાય… જેથી જ્યારે સમાજ કે દેશને તેની જરૂર પડે ત્યારે તે હંમેશા આગળ આવે .અમારું આ સ્વપ્ન છે કે અમારો વિધાર્થી પોતાનામાં એક નાનું ભારત સમાવીને પ્રગતિ કરતો હોય , ખુલ્લી આંખોએ જોયેલાં આ સ્વપ્નને અમારા વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ જાણે કે સાચું સાબિત કરતા હોય તેમ સમગ્ર વિશ્વમાં પોતાનું અને પોતાના દેશનું નામ રોશન કરી રહ્યાં છે અને અનેક નાના ભુલકાંઓ આ સ્વપ્નયજ્ઞમાં પોતાનો ફાળો આપવાની રાહ જોઈ બેઠાં છે.

🙏વંદે માતરમ🙏

What Our Students Say

હું વાળા ધારલ 'હેવન વિદ્યાલય' માં ધોરણ 10 માં અભ્યાસ કરું છું. મારા શૈશવ નું પ્રથમ પગથિયું હું અહીં ચઢી હતી. એટલે કે જુનિયર સિનિયરથી મેં મારા જીવનની શરૂઆત કરી હતી. ત્યારબાદ મેં ખરેખર જીવનમાં શિક્ષણનું શું મહત્વ હોય છે એના વિશે માહિતગાર બની હતી. પૂર્વ પટ્ટીમાં વર્ષોથી એક જ શાળા મોખરે રહી છે અને રહેશે. એ છે મારી હેવન વિદ્યાલય.
શ્રેષ્ઠ શાળા એટલે હેવન જ્ઞાનનો ભંડાર એટલે હેવન
વિદ્યાનો મહાસાગર એટલે હેવન
શિસ્તનું સિંચન કરનાર એટલે હેવન
માટીમાંથી ઘડો ઘડનાર એટલે હેવન
આમ તો કહેવાય છે એ એક શાળા પરંતુ અમારી માટે બીજું ઘર એટલે હેવન પરિવાર
વાળા ધારલ
Student
Today I am sharing my experience about my school. My school is a temple of education and I learn many good manners from my teachers. My school is like my second home. My school is a complete package of convent, rituals and discipline routines vichar necessary for our future success. The teachers of my school are very caring and loving as they act like our second parents. They take personal care of each and every students. Our school is equipped with modern computer lab. In 21st century, it is necessary to have knowledge of computer and we are also trying to update ourselves with modern world.
Diya Parajia
Student

What Our Parents Say

Me as a parent of my child, about school having very less words. About teacher's all are very kind and having very good nature and school is having very good and perfect concept of studying for the students. Studying concept shows the perfection of the teacher's and management is fully convenient for the students. Beautiful school, perfect studies and perfect management.
Chetan Sharma
Parent
હું મનોજ જોશી મારી દીકરી શિવાંગી કે.જી થી માંડીને ધોરણ-12 સુધી ન્યુ હેવન વિદ્યાલયની વિદ્યાર્થીની રહી છે. મારી દીકરી ખૂબ સારો અભ્યાસ કરે અને આપણે જે સમાજમાં રહીએ છીએ, એ જ પ્રમાણે એનો ઉછેર ખુબ સરળ, સામાન્ય અને સંસ્કારી બને. તદુપરાંત ભણતર તો સારું મળવું જ જોઈએ. એક પિતા તરીકે દીકરી માટે ચોક્કસ ઘણી જ ચિંતાઓ હોય જેમ કે દીકરીની સેફટી, સારું મિત્ર વર્તુળ છે કે નહીં? જેવી બાબતો ધ્યાનમાં આવે. આ બધા વિચારો કરી પોતાના ઘરથી ખૂબ નજીક વડોદરા શહેર ખાતે સારામાં સારી સ્કૂલ હોય તો એ ન્યુ હેવન વિદ્યાલય છે. મારી દીકરીના ભણતર દરમિયાન કે.જી થી જે રીતે એનું ઘડતર થયું છે એ રીતે બીજી કોઈ શાળામાં જાણવા મળ્યું નથી. બાળકની કાળજી, અક્ષર જ્ઞાન સાથે એક પરિવાર જેવો સુમેળ શાળામાં મળ્યો. પ્રાથમિક વિભાગના એક વ્યવસ્થિત પ્લાનિંગ સાથે ભણતરનું આયોજન નિત્ય લેશન, સ્વાધ્યાય અને રેગ્યુલર ટેસ્ટ થી બાળક સહજ રીતે ભણતરમાં પાવરફુલ બને છે. એ મારો પોતાની દીકરીનો જાત અનુભવ રહ્યો છે. સેકન્ડરી માં જે માર્ગદર્શન અને અભ્યાસની પદ્ધતિ મળી તે થકી ધોરણ- 10માં 84. 6 % સાથે દીકરી પાસ થઈ.
Chetan Sharma
Parent

Video

X